ભુલાઇ ગયું

? ભુલાઇ ગયું ?

ઘરમાં ટી વી આવ્યું,
હું વાંચન ભુલ્યો.

બારણે ગાડી આવી,
હું ચાલવાનું ભુલ્યો.

હાથમાં મોબાઇલ આવ્યો,
હું પત્રલેખન ભુલ્યો.

કેલક્યુલેટર વપરાશથી,
ઘડીયા બોલવાનું ભુલ્યો.

એ સી ના સંગતથી,
ઝાડ નીચેની ઠંડી હવા ભુલ્યો.

શહેરમાં રહેવાથી,
માટીની વાસ ભુલ્યો.

બેંકના ખાતા સંભાળતા સંભાળતા,
પૈસાની કિંમત ભુલ્યો.
અભદ્ર ચિત્રો થકી,
સૌંદ્રય જોવાનું ભુલ્યો.

કૃત્રિમ સેંટના વાસ થકી,
ફુલોની સુગંધ ભુલ્યો.

ફાસ્ટ ફૂડના જમાનામાં,
સંતોષનો ઓડકાર ભુલ્યો.

સ્વાથીઁ સંબધો રાખવાથી,
સાચો પ્રેમ કરવાનું ભુલ્યો.

ક્ષણીક સુખના લોભમાં
સત્કમઁનો આનંદ ભુલ્યો.

સતત દોડતા રહેવાના જીવનમાં,
ક્ષણભરનો વિસામો ભુલ્યો.

ભુલાઇ ગયું ભુલાઇ ગયું …

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version